જેકી શ્રોફ

ભારતીય કલાકાર

જેકી શ્રોફ (જન્મનું નામ:જયકિશન કાકુભાઈ શ્રોફ, ૧ ફેબ્રુઆરી, ૧૯૫૭) હિન્દી ચલચિત્ર જગતના એક પ્રખ્યાત અભિનેતા છે.

જેકી શ્રોફ
જન્મ૧ ફેબ્રુઆરી ૧૯૫૭ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
વ્યવસાયફિલ્મ અભિનેતા, અભિનેતા Edit this on Wikidata
બાળકોટાઇગર શ્રોફ Edit this on Wikidata
વેબસાઇટhttp://jackieshroff.in/ Edit this on Wikidata

જેકી શ્રોફનો જન્મ ૧ ફેબ્રુઆરી, ૧૯૫૭ના રોજ એક ગુજરાતી કુટુંબમાં થયો હતો. એમનું વાસ્તવિક નામ જયકિશન કાકુભાઈ શ્રોફ છે, એમના પિતાનું નામ કાકાભાઈ હરિભાઈ શ્રોફ છે અને માતાનું નામ રીટા શ્રોફ છે. તેઓ મુંબઈ શહેરના વાલકેશ્વર વિસ્તારમાં તીન બત્તી ખાતે એક ચાલીમાં રહેતા હતા. ફિલ્મોમાં આવતાં પહેલાં તેમણે કેટલીક ધંધાદારી જાહેરખબરોમાં એક મોડેલ તરીકે કામ કર્યું હતું. તેમને સૌ પ્રથમ દેવઆનંદની ફિલ્મ સ્વામી દાદામાં એક નાની ભૂમિકા મળી હતી. ૧૯૮૩ના વર્ષમાં નિર્માતા દિગ્દર્શક સુભાષ ઘાઈએ તેમને ફિલ્મ હીરોમાં અગ્રણી ભૂમિકા પૂરી પાડવાનું કાર્ય સોંપ્યું. આ ફિલ્મ ખૂબ જ સફળ થઈ અને તેઓ રાતોરાત મોટા અભિનેતા (સ્ટાર) બની ગયા. ૮૦ના દાયકામાં તેમણે તેમની પ્રેમિકા આયશા દત્ત સાથે લગ્ન કર્યાં. આયશા પછીથી એક ફિલ્મની નિર્માત્રી પણ બની હતી. તેઓ બંને જેકી શ્રોફ એન્ટરટેઇનમેન્ટ લિ. નામની મીડિયા કંપની પણ ચલાવે છે. તેમના સોની ટીવીમાં પણ ૧૦% શેર હતા, જે તેમણે ૨૦૧૨ના વર્ષમાં વેચી દીધા હતા. તેમને બે બાળકો છે, જેમાં પુત્રનું નામ ટાઇગર (જય હેમંત) અને પુત્રીનું નામ કૃષ્ણા છે.

  • ૧૯૯૦ વિજેતા: ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર - પરિંદા
  • ૧૯૯૪ નામાંકિત: ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર - ગર્દિશ
  • ૧૯૯૪ નામાંકિત: ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ સહઅભિનેતા પુરસ્કાર - ખલનાયક
  • ૧૯૯૫ વિજેતા: ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ સહઅભિનેતા પુરસ્કાર - ૧૯૪૨ એ લવ સ્ટોરી
  • ૧૯૯૬ વિજેતા: ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ સહઅભિનેતા પુરસ્કાર - રંગીલા
  • ૧૯૯૭ નામાંકિત: ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ સહઅભિનેતા પુરસ્કાર - અગ્નિસાક્ષી
  • ૨૦૦૧ નામાંકિત: ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ ખલનાયક પુરસ્કાર - મિશન કાશ્મીર
  • ૨૦૦૨ નામાંકિત: ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ સહઅભિનેતા પુરસ્કાર - યાદેં
  • ૨૦૦૩ નામાંકિત: ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ સહઅભિનેતા પુરસ્કાર - દેવદાસ
  • ૨૦૦૭ વિશેષ ગૌરવ નિર્ણાયક સમિતિ પુરસ્કાર (વિશેષ ઑનર જ્યુરી એવોર્ડ) હિન્દી સિનેમા માટે ઉત્તમ યોગદાન માટે
  • ૨૦૧૪ વિજેતા: ઉત્તમ પરિધાન માટે GQ સામાયિક તરફથી

મુખ્ય ફિલ્મો

ફેરફાર કરો
વર્ષફિલ્મપાત્રનોંધ
૨૦૧‌૬હાઉસફુલ ૩ઊર્જા નાગરે
૨૦૧૬જજ્બા
૨૦૧૫ચોક એન ડસ્ટર
૨૦૧૫બ્રધર્સગેરી ફર્નાન્ડિઝ
૨૦૧૪હેપી ન્યૂ ઇયરચરણ ગ્રોવર
૨૦૧૩ધૂમ ૩
૨૦૧૩મહાભારતદુર્યોધન
૨૦૧૩ઔરંગઝેબ (ફિલ્મ)
૨૦૧૩શૂટ આઉટ એટ વડાલા
૨૦૧૦એક સેકન્ડ... જો જિંદગી બદલ દે?
૨૦૧૦માલિક એક
૨૦૧૦વીર
૨૦૦૯કિસાન
૨૦૦૯એક - ધ પાવર ઓફ વન
૨૦૦૭એકલવ્ય
૨૦૦૭ફૂલ એન ફાઈનલ
૨૦૦૭કુર્બાની
૨૦૦૭ફર્સ્ટ ફિયર
૨૦૦૭આતિશેં
૨૦૦૬અપના સપના મની મની
૨૦૦૬નકશા
૨૦૦૬ભાગમભાગ
૨૦૦૬ભૂત અંકલ
૨૦૦૬મેરા દિલ લેકે દેખો
૨૦૦૬અસ્ત્રમ
૨૦૦૫સુખ
૨૦૦૫ક્યોંકિ
૨૦૦૫ડિવોર્સ
૨૦૦૫અંતર્મહલ
૨૦૦૫તુમ હો ના
૨૦૦૪આન
૨૦૦૪દોબારા
૨૦૦૪હલચલ
૨૦૦૩તીન દીવારેં
૨૦૦૩સંધ્યા
૨૦૦૩સમય
૨૦૦૩બૂમ
૨૦૦૩
એક ઔર એક ગ્યારહ
૨૦૦૩બાજ
૨૦૦૨દેવદાસચુન્ની બાબુ
૨૦૦૨અગ્નિ વર્ષાપરવસુ
૨૦૦૨ક્યા યહી પ્યાર હૈ
૨૦૦૨પિતા
૨૦૦૨મુલાકાત
૨૦૦૧યાદેંરાજ સિંહ પુરી
૨૦૦૧સેન્સર
૨૦૦૧લજ્જારઘુ
૨૦૦૧ફર્જ
૨૦૦૧બસ ઇતના સા ખ્વાબ હૈ
૨૦૦૧અલબેલા
૨૦૦૧વન ટૂ કા ફોર
૨૦૦૧ગ્રહણ
૨૦૦૧હદ
૨૦૦૦રેફ્યુજી
૨૦૦૦મિશન કશ્મીર
૨૦૦૦કહીં પ્યાર ના હો જાયે
૨૦૦૦જંગ
૨૦૦૦ગેંગ
૧૯૯૯કોહરામ
૧૯૯૯ફૂલ ઔર આગ
૧૯૯૯આગ હી આગ
૧૯૯૯હોતે હોતે પ્યાર હો ગયા
૧૯૯૯કારતૂસ
૧૯૯૯લાવારિસ
૧૯૯૯સિર્ફ તુમ
૧૯૯૮તિરછી ટોપીવાલે
૧૯૯૮કભી ના કભી
૧૯૯૮બદમાશ
૧૯૯૮યમરાજ
૧૯૯૮ઉસ્તાદોં કે ઉસ્તાદ
૧૯૯૮બંધન
૧૯૯૮યુગપુરુષ
૧૯૯૮દો હજાર એક
૧૯૯૮જાને જિગર
૧૯૯૮હપ્તાવસૂલી
૧૯૯૭શેર બાજાર
૧૯૯૭બોર્ડર
૧૯૯૭આર યા પાર
૧૯૯૭શપથ
૧૯૯૭વિશ્વવિધાતા
૧૯૯૬બંદિશ
૧૯૯૬રિટર્ન ઓફ જ્વેલથીફ
૧૯૯૬અગ્નિસાક્ષીસૂરજ
૧૯૯૬ચાલ
૧૯૯૬કલિંગા
૧૯૯૬શિકાર
૧૯૯૬તલાશી
૧૯૯૫દુશ્મની
૧૯૯૫રામ શસ્ત્ર
૧૯૯૫ત્રિમૂર્તિ
૧૯૯૫મિલન
૧૯૯૫ગોડ એન્ડ ગન
૧૯૯૫રંગીલાકમલ
૧૯૯૪સ્ટંટમેન
૧૯૯૪ચૌરાહા
૧૯૯૩શતરંજ
૧૯૯૩કિંગ અંકલકિંગ અંકલ
૧૯૯૩રૂપકી રાની ચોરોંકા રાજા
૧૯૯૩૧૯૪૨: એ લવસ્ટોરીશુભંકર
૧૯૯૩આઈના
૧૯૯૩ગર્દિશ
૧૯૯૩અંતિમ ન્યાય
૧૯૯૩હસ્તી
૧૯૯૩ખલનાયકરામ
૧૯૯૨અંગાર
૧૯૯૨પોલિસ ઓફિસર
૧૯૯૨પ્રેમ દિવાનેઆશુતોષ
૧૯૯૨દિલ હી તો હૈ
૧૯૯૨લાટસાબ
૧૯૯૨સંગીત
૧૯૯૧અકેલા
૧૯૯૧લક્ષ્મણ રેખા
૧૯૯૧૧૦૦ ડેઇઝરામ
૧૯૯૧હપ્તા બંધ
૧૯૯૧સૌદાગર
૧૯૯૦દૂધ કા કર્જ
૧૯૯૦જીને દો
૧૯૯૦વર્દી
૧૯૯૦બાપ નંબરી બેટા દસ નંબરી
૧૯૯૦પત્થર કે ઇન્સાન
૧૯૯૦આઝાદ દેશ કે ગુલામ
૧૯૮૯પરિન્દા
૧૯૮૯રામ લખનરામ
૧૯૮૯સચ્ચે કા બોલબાલા
૧૯૮૯મૈં તેરા દુશ્મન
૧૯૮૯કાલા બાજાર
૧૯૮૯સિક્કા
૧૯૮૯હમ ભી ઇન્સાન હૈ
૧૯૮૯ત્રિદેવ
૧૯૮૮આખિરી અદાલત
૧૯૮૮ફલક
૧૯૮૭ઉત્તર દક્ષિણ
૧૯૮૭કાશ
૧૯૮૭કુદરત કા કાનૂન
૧૯૮૭જવાબ હમ દેંગે
૧૯૮૭મર્દ કી જબાન
૧૯૮૭સડક છાપ
૧૯૮૭દિલજલા
૧૯૮૬હાથોં કી લકીરેં
૧૯૮૬દહલીજ
૧૯૮૬અલ્લારખ્ખા
૧૯૮૬પાલેખાન
૧૯૮૬મેરા ધર્મ
૧૯૮૬કર્મા
૧૯૮૫શિવા કા ઈન્સાફ
૧૯૮૫જાનૂ
૧૯૮૫યુદ્ધ
૧૯૮૫મેરા જવાબ
૧૯૮૫પૈસા યે પૈસા
૧૯૮૫તેરી મેહરબાનિયાં
૧૯૮૪અંદર બાહર
૧૯૮૩હીરોજયકિશન
૧૯૮૨સ્વામી દાદા
૧૯૭૩હીરા પન્ના

નિર્માતા

ફેરફાર કરો
વર્ષફિલ્મનોંધ
૨૦૦૧ગ્રહણ
૨૦૦૦જિસ દેશમેં ગંગા રહતા હૈ

સંદર્ભો

ફેરફાર કરો