ટાઇટન (ચંદ્ર)

શનિનો ચંદ્ર

ટાઇટન (અથવા શનિ ૬) એ શનિનો સૌથી મોટો ચંદ્ર (ઉપગ્રહ) છે. તે ઘટ્ટ વાતાવરણ ધરાવતો એકમાત્ર પ્રાકૃતિક ઉપગ્રહ[૯] અને પૃથ્વી સિવાય સપાટી પર પ્રવાહીની સ્પષ્ટ સાબિતી ધરાવતો ગ્રહ છે.[૧૦]

ટાઇટન
પ્રાકૃતિક રંગમાં ટાઇટન. નાઇટ્રોજનના ગાઢ વાતાવરણને કારણે ધુમ્મસ સર્જાય છે.
Discovery
Discovered byક્રિસ્ટિન હાઇજીન્સ
Discovery dateમાર્ચ ૨૫, ૧૬૫૫
Designations
Pronunciation/ˈttən/ (audio speaker iconlisten)
શનિ ૬
Adjectivesટાઇટેનિયન[૧]
Orbital characteristics[૨]
Periapsis1186680 km
Apoapsis1257060 km
1221870 km
Eccentricity0.0288
15.945 d
5.57 km/s (ગણતરી કરેલ)
Inclination0.34854° (શનિના વિષુવવૃત સુધી)
Satellite ofશનિ
Physical characteristics
Mean radius
2575.5±2.0 km (0.404 Earths,[૩] 1.480 Moons)
8.3×107 km2
Volume7.16×1010 km3 (0.066 Earths) (3.3 Moons)
Mass(1.3452±0.0002)×1023 kg
(0.0225 Earths)[૩] (1.829 Moons)
Mean density
1.8798±0.0044 g/cm3[૩]
1.352 m/s2 (0.14 g) (0.85 Moons)
2.639 km/s (1.11 Moons)
Synchronous
Zero
Albedo0.22[૪]
Temperature93.7 K (−179.5 °C)[૫]
8.2[૬] to 9.0
Atmosphere
Surface pressure
146.7 kPa (1.41 atm)
Composition by volumeVariable[૭][૮]
Stratosphere:
98.4% નાઇટ્રોજન (N2),
1.4% મિથેન (CH4),
0.2% હાઇડ્રોજન (H2);
Lower troposphere:
95.0% N2, 4.9% CH4

ટાઇટન એ શનિનો છઠ્ઠો ઉપગ્રહ છે. પૃથ્વીના ચંદ્ર કરતાં તેનો વ્યાસ ૫૦ ટકા મોટો છે અને તે ચંદ્ર કરતાં ૮૦ ટકા મોટો છે. સૂર્યમાળામાં તે ગુરુના ચંદ્ર ગેનીમિડ પછી બીજા ક્રમનો સૌથી મોટો ચંદ્ર છે અને કદમાં સૌથી નાના ગ્રહ બુધ કરતાં ૪૦ ટકા મોટો છે. ટાઇટનની શોધ ડચ ખગોળશાસ્ત્રી ક્રિસ્ટીન હાઇજીન્સે ૧૬૫૫માં કરી હતી[૧૧][૧૨] ટાઇટન એ શનિનો સૌપ્રથમ શોધાયેલો પ્રથમ ઉપગ્રહ અને બીજા ગ્રહનાં ઉપગ્રહોમાં પાંચમો શોધાયેલ ચંદ્ર હતો.[૧૩]

ટાઇટન મુખ્યત્વે પાણીનો બરફ અને ખડકાળ પદાર્થો ધરાવે છે. શુક્રની જેમ ગાઢ વાતાવરણને લીધે ટાઇટનની સપાટીનો અભ્યાસ શક્ય બન્યો ન હતો. ૨૦૦૪માં કાસિની-હાઇજીન્સ મિશનને કારણે નવી માહિતી મળી છે. ટાઇટનના ધ્રુવો પર હાઇડ્રોકાર્બનના તળાવો આવેલા છે. ટાઇટનની સપાટી મોટાભાગે કેટલાક ખાડાઓની સાથે સપાટ છે, પરંતુ પર્વતો અને અન્ય જ્વાળામુખીઓ પણ મળ્યાં છે.

ટાઇટનનું વાતાવરણ મુખ્યત્વે નાઇટ્રોજનથી બનેલું છે. તેમાં રહેલા અન્ય વાયુઓ મિથેન-ઈથેનના વાદળો અને નાઇટ્રોજનથી ભરેલ ધુમ્મસ બનાવે છે. વાતાવરણ પવન અને વરસાદ ધરાવે છે. સપાટી પર પૃથ્વીની જેમ ઢુવાઓ, નદીઓ, તળાવો, દરિયો (કદાચ મિથેન-ઇથેનનો) આવેલાં છે. તેના પર પૃથ્વીની જેમ ઋતુઓ પણ છે. સપાટી અને સપાટીની નીચે પાણી હોવાથી ટાઇટન પર પૃથ્વીની જેમ મિથેનનું જળ ચક્ર નીચા તાપમાન પર ચાલે છે.

ક્રિસ્ટીન હાઇજીન્સે ટાઇટનની શોધ ૧૬૫૫માં કરી હતી.

ટાઇટનની શોધ માર્ચ ૫, ૧૬૫૫માં ડચ ખગોળશાસ્ત્રી ક્રિસ્ટીન હાઇજીન્સે કરી હતી. હાઇજીન્સ ગેલેલિયોએ ૧૬૧૦માં કરેલ ગુરુના ચાર મોટા ચંદ્રોની શોધ અને તેણે ટેલિસ્કોપમાં કરેલ ફેરફારોથી પ્રભાવિત થયો હતો. ક્રિસ્ટિને તેના ભાઇની મદદથી ૧૬૫૦માં ટેલિસ્કોપ બનાવવાનું શરૂ કર્યું અને શનિની ભ્રમણકક્ષાની ફરતે ચંદ્રની શોધ તેમણે બનાવેલા ટેલિસ્કોપ વડે કરી હતી.[૧૬]

પુસ્તકો

ફેરફાર કરો

વધુ વાંચન

ફેરફાર કરો
  • Lorenz, Ralph; Mitton, Jacqueline (2002). Lifting Titan's Veil: Exploring the Giant Moon of Saturn. Cambridge University Press. ISBN 0-521-79348-3.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો